કાંકરેજ: કંબોઈ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આજે બુધવારે 12:00 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ભાજપનો નૂતન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આત્મ નિર્ભર ભારત સંકલ્પ માટે પણ ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તેમજ હર ઘર સ્વદેશી અભિયાનને આગળ ધપાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખે ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ કાર્યકર્તાઓને અપીલ કરી હતી