મણિનગરના કાંકરિયા પાસે આવેલી એક એજન્સીના ગોડાઉનમાંથી ₹6 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મચારી દીપક પરમારને મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડયો છે. નોકરીમાંથી છૂટો કરાતા બદલો લેવા અને ગામડે જતાં પહેલાં હાથફેરો કરવાના ઈરાદે તેણે બારીનો કાચ તોડી ચોરી કરી હતી