ભુજ: માધાપરના ફાર્મ હાઉસમાં આઇપીએલ સટ્ટાનો પર્દાફાશ: 55.25 લાખના સોદા સાથે ત્રણ ઝડપાયા
Bhuj, Kutch | Apr 6, 2026 માધાપરના ફાર્મ હાઉસમાં આઇપીએલ સટ્ટાનો પર્દાફાશ: 55.25 લાખના સોદા સાથે ત્રણ ઝડપાયા ભુજ એલસીબીએ માધાપરના માધવબાગ ફાર્મ હાઉસ પર દરોડો પાડી આઇપીએલ મેચ પર ચાલતા હાઇપ્રોફાઇલ સટ્ટાને પકડી પાડ્યો છે. પોલીસે રૂા. 55.25 લાખના ક્રિકેટ સોદાના હિસાબો સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સ્થળ પરથી લેપટોપ અને મોબાઈલ સહિત રૂા. 76,000નો મુદ્દામાલ જપ્ત કરી કુલ પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.