અમદાવાદ શહેર: મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી DYSP આસ્થા રાણાએ ઓપરેશન ગ્રીન શિલ્ડ અંગે જાણકારી આપી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન ગ્રીન શિલ્ડ હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, તેમજ તમામ પોલીસની કચેરીઓમાં આગામી એક મહિનામાં 2500 વૃક્ષ વાવવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અંગે DYSP આસ્થા રાણાએ વિગતો આપી હતી.