અમદાવાદ શહેર: ચોરવાડના એક ખેતમજૂરની પુત્રી કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો
ચોરવાડના એક ખેતમજૂરની પુત્રી કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો... કાજલે સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે આ વર્ષે ધોરણ 12 ની પરીક્ષાઓમાંથી વિરામ લીધો અને અથાક મહેનત કરી, અને તેની મહેનત રંગ લાવી..કાજલે હોંગકોંગમાં આયોજિત સ્પર્ધામાં 4x100 મીટર રિલેમાં ભારત માટે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.