મુન્દ્રા: સમાઘોઘામાં કંપનીમાં કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવાનનું મોત
Mundra, Kutch | Apr 8, 2026 સમાઘોઘામાં કંપનીમાં કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવાનનું મોત મુંદરાના સમાઘોઘા સ્થિત જિંદાલ સો લિમિટેડ કંપનીમાં લોખંડની સીડી બદલવાનું કામ કરતી વખતે ૨૯ વર્ષીય અજયકુમાર મહતો નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મુંદરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.