તારાપુર: ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રીઢો ગુનેગાર 'ઇલ્યાસ ઉર્ફે મચ્છી' ઝડપાયો
Tarapur, Anand | Oct 11, 2026 આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નેશનલ હાઇવે પર ગામડી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. તે દરમિયાન GJ-23-DN-4229 નંબરની એક્ટિવા પર આવી રહેલા શખ્સને ઘેરીને ઝડપી લેવામાં આવ્યો હતો.LCBએ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રીઢો ગુનેગાર 'ઇલ્યાસ ઉર્ફે મચ્છી' ઝડપી લીધો છે.તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.