બળોલ ગામે જીતેન્દ્રભાઇ ધીરૂભાઈ પરમાર ના વાવેતર કરેલા ઉભા પાક માં લોલીયા ગામે થી પશુઓ લઇ ચરાવવા આવેલા શખ્સો એ આડેધડ પશુઓ ખેતરમા છુટા મુકી દઇ ખેતરમા ઉભા પાક નો સોથ વાળી દીધો હતો. ખેડૂતો એ પશુઓ ખેતરમા થી બહાર કાઢવા નું કહેતા ઉશ્કેરાયેલા આ 9 જેટલા શખ્સો એ ખેડુતો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ખેડૂતો ને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા