છોટાઉદેપુર: એકલબારા ગામે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ, સાંસદ જશુભાઈ રાઠવા બાળકો સાથે જોડાયા
છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જશુભાઈ રાઠવાએ ઉપસ્થિત રહી આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો અને તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.