ભુજ: કુકમા ખાતે ખેતરપાળ દાદાનો ૧૯મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
Bhuj, Kutch | Apr 8, 2026 કુકમા ખાતે ખેતરપાળ દાદાનો ૧૯મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો કુકમાના તળાવ કિનારે બિરાજમાન શ્રી ખેતરપાળ દાદા મંદિર ખાતે ૧૯મો ભવ્ય પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોમ-યજ્ઞ, ધ્વજાજી શોભાયાત્રા અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. સાંજે દાંડિયા રાસ અને રાત્રે રામા મંડળના આખ્યાને ભાવિકોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.