કાલોલ: કાલોલ તાલુકાના કાતોલ ગામે સાસરીયાના ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ
કાલોલ તાલુકાના કાતોલ ગામે સાસરીયા પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ૨૫ વર્ષીય પરિણીતા પાયલબેને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે મૃતકની માતા સવિતાબેન માછી (રહે. શહેરા) એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મૃતક પાયલબેનના પ્રેમ લગ્ન કાતોલ ગામના અશ્વિનભાઇ વણકર સાથે થયા હતા અને તેઓને ૧૪ મહિનાની એક પુત્રી પણ છે. લગ્નના શ