મહેસાણા: જગુદણ પાસે ઇકોનું ટાયર ફાટતા 3 ના મોત
પાટણ શહેરમાં આવેલા અંબાપાર્ક સોસાયટીમાં રહેતો જોષી પરિવાર માનતા હોવાથી આજે બપોરે 1 કલાકે પાટણથી GJ24AG2941 નંબર ની ગાડી લઈ મીનાવાડા જવા નીકળ્યા હતાં.જ્યાં ડ્રાઇવર સહિત સાત લોકો મહેસાણાના જગુદણ ચોકડી પાસે ઇકોનું ટાયર ફાટતા ગાડી પલટી મારી હતી.આ દરમિયાન ગાડીમાં સવાર સાત લોકોને ઇજા પહોંચી હતી.જ્યાં પ્રાથમિક સારવાર માટે મહેસાણા સિવિલ લાવવામાં આવ્યા હતા.જ્યાં એક જ ઘરના ત્રણ લોકોના મોત નિપજયા હતા.