કુદરતના નિયમો ક્યારેક ખૂબ કઠોર હોય છે, જ્યાં શિકારી અને શિકાર વચ્ચે માત્ર જીવન અને મૃત્યુનો જ સંબંધ હોય છે. પરંતુ અમુક ક્ષણો એવી પણ આવે છે, જ્યારે મુશ્કેલી સામે બધા ભેદભાવ ભૂંસી જાય છે. અમરેલી જિલ્લાના ખાંભલીયા ગામમાં બનેલી આ ઘટના માત્ર અદ્ભુત જ નહીં, પરંતુ માનવતાને પણ એક ઊંડો સંદેશ આપનારી છે. અમરેલીમાં સિંહણથી બચતો કૂતરો કૂવામાં પડી ગયો હતો, જેની પાછળ આવતી સિંહણ પણ કૂતરા સાથે ખુલ્લા કૂવામાં ખાબકી હતી. બંને પ્રાણીઓ લગભગ પાંચ કલાક સુધી એક જ કૂવામાં રહ્યા હતા. કૂવાની દીવાલો અને પાણીના કારણે સિંહણનો હુમલો અટકી ગયો હતો. વન વિભાગની ટીમે ઘટનાની જાણ થતાં બંને પ્રાણીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું. આ ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની છે.
#HumDekhengeNews #AmreliNews #GirLion #LionRescue #GujaratNews #WildlifeNews #ForestDepartment #ViralNews