સિહોર: સખીમંડળ ના બહેનોના પગાર માટે થઈને વિપક્ષનેતા જયરાજસિંહ મોરી એ બજારમાં ભીખ માંગી
સિહોર નગરપાલિકાના સખીમંડળ ના બહેનો એ ગત વર્ષમાં ત્રણ મહિના ડોર ટુ ડોર કચરા કલેકશન ની કામગીરી કરેલ. આ કામગીરીનો પગાર હજુ સુધી તેમને મળેલ ન હતો. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં તેમનો પગાર થયો ન હતો અને વિવિધ બહાના બતાવવામાં આવતા હતા. ત્યારે આજરોજ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા ગ્રાન્ટ ન હોવાની વાત કરતા વિપક્ષનેતા સહિત લોકો દ્વારા ભીખ માંગવામાં આવી હતી શિહોર ની બજાર ની અંદર આવેલ પૈસા ને સ્વભંડોળમાં આપવામાં આવ્યા