કાલોલ: કાલોલમાં ઘર પર પથ્થરમારો કરવા બાબતે પૂછવા ગયેલા દંપતી પર લાકડી અને ગડદાપાટુથી જીવલેણ હુમલો
કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં પથ્થરમારો કરવા જેવી સામાન્ય બાબતે પૂછપરછ કરવા ગયેલા એક દંપતી પર પાડોશમાં રહેતા દંપતીએ લાકડી અને ગડદાપાટુ વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કાલોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નિલેશકુમાર રમેશભાઈ વણકર ગત ૨૩ મે ૨૦૨૬ના રોજ નોકરી પર ગયા હતા. તે દરમિયાન સવારે અગિયાર વાગ્યાની આસપાસ સોસાયટીમાં જ રહેતા આ