સાવરકુંડલાના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા છે, જેના કારણે લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકર અને સામાજિક આગેવાન જગદીશભાઈ ઠાકરે આજે વાગ્યે સોશિયલ મીડિયા મારફતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી છે.