થરાદ: તાલુકામાં અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતોને સહાય માટે ક્રોંગ્રેસ દ્વારા ફોર્મ વિતરણ
થરાદ તાલુકાના સાબા, આજાવાડા, રાણપુર, રતનપુર, કાસવી સહિતના ગામોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અતિવૃષ્ટિ અને પૂરનાં કારણે થયેલા જમીન ધોવાણ તથા પાકના ભારે નુકસાન અંગે ખેડૂતોની સ્થિતિનો તાગ લેવામાં આવ્યો હતો.ખેડૂતોને સરકાર તરફથી મળનારી વળતરની સહાય માટે જરૂરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.