લીંબડી: 12 જાન્યુ પાણશિણા પો. સ્ટે નાનીકઠેચી ગામના પંકજ બાવળીયા એ બે લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી
લીંબડીના નાની કઠેચી ગામે અગાઉ ના ઝઘડાનું મનદુખ રાખી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.નાનીકઠેચી ના પંકજ અજમલભાઇ બાવળીયાએ પોલીસ ફરિયાદ માં જણાવ્યુ હતું કે ટકાભાઇ કઠેચીયા તથા રમેશ દયારામ કઠેચીયા આ બંને લોકોએ અગાઉની બોલાચાલી નુ મનદુખ રાખી ગેરજ પર આવી માથાકૂટ કરી અપશબ્દો બોલી હાથમાં લાકડીઓ ધારણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.