ભુજ: કુકમા ગામે સજીવ ખેતીને પ્રોત્સાહન આપનારને શ્રદ્ધાંજલિ અપાઈ
Bhuj, Kutch | Apr 30, 2026 કુકમા ખાતે સજીવ ખેતીને પ્રોત્સાહન આપનારા નાનાલાલભાઈ સત્રાને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા યોજાઈ હતી. રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મનોજભાઈ સોલંકી, સામાજીક આગેવાન લીલાધરભાઈ ગડા “અધા', અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના અધૂરા રહેલા કાર્યોને આગળ વધારવા નક્કી કરાયું હતું