કાલોલ: કાલોલ નગરમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હીજામા કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..
શરીરમાંથી દૂષિત લોહી કાઢવાની પ્રાચીન યુનાની પદ્ધતિ "હીજામા કપિંગ થેરાપી" માટે કાલોલ નગરમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા નુરાની ચોક સ્થિત મોટા મદ્દશા ખાતે વ્યાજબી ભાવે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હીજામા કરાવી આરોગ્ય લાભ મેળવ્યો હતો જ્યાં હીજામા એ એક વૈકલ્પિક સારવાર પદ્ધતિ છે જેમાં કપ દ્વારા શરીરના ચોક્કસ ભાગોમાંથી લોહી બહાર કાઢવામાં આવે છે. કમરનો દુખાવો, માઈગ્રેન, સાંધાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર જેવી