તારાપુર: તારાપુર સહીત જિલ્લામાં 1.30 લાખ હેક્ટરમાં ચોમાસુ સીઝન ફેલ જવાની ભીતિ, બેટમાં ફેરવાયેલા ખેતરોની ડ્રોન વિડીયો સામે આવી.
Tarapur, Anand | Aug 3, 2026 તારાપુર સહીત સમગ્ર ચરોતરમાં આભ ફાટ્યું હતું ત્યારે એક સપ્તાહમાં બે વખત 1.30 લાખથી વધુ હેક્ટર જમીનમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા ગયા હતા. જેના કારણે ચોમાસુ સીઝન ફેલ થવાની ભીતિ છે.આ વખતે પડેલા વરસાદને કારણે પહેલેથી જ ખેતરો તરબોળ હોવાથી જે ખેતરો વરસાદી પાણી ન ભરાયા ત્યાં પણ પાણી ફરી વળ્યાં છે. બેટમાં ફેરવાયેલા ખેતરોની ડ્રોન વિડીયો સામે આવી છે.