ભુજ: ભુજ નગરપાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ, ભાજપ વિકાસના મુદ્દે મેદાને
Bhuj, Kutch | Apr 13, 2026 ભુજ નગરપાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ, ભાજપ વિકાસના મુદ્દે મેદાને ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકોની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 11ના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે વોર્ડ નં. 4, 8 અને 10માં કોંગ્રેસના કેટલાક ફોર્મ રદ થયા છે. ભાજપ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કરે જણાવ્યું કે, પક્ષ 110 કરોડના વિકાસ કાર્યો, સફાઈ અને રોજિંદા પાણી પુરવઠાના સંકલ્પ સાથે જનસંપર્ક તેજ કરશે.