વલસાડના તિથલ બીચ પર સગીરા સાથે સામૂહિક દુ*ષ્કર્મ: ત્રણેય સગીર આરોપીઓની અટકાયત
વલસાડના જાણીતા તિથલ દરિયાકિનારે એક સગીરા સાથે સામૂહિક દુ*ષ્કર્મની અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર કેસમાં પીડિતા અને ત્રણેય આરોપીઓ સગીર વયના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ત્રણ પૈકીના એક સગીર આરોપી સાથે પીડિતાની છેલ્લા ૧ વર્ષથી ઓળખાણ હતી. આ જૂની ઓળખાણનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ સગીરાને રાત્રે તિથલ બીચ પર મળવા માટે બોલાવી હતી. સગીરા જ્યારે ત્યાં પહોંચી, ત્યારે ત્રણેય સગીર આરોપીઓએ તેની સાથે દુ*ષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાની જાણ પીડિતાના પરિવારજનોને થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ફરિયાદ મળતાની સાથે જ વલસાડ પોલીસે ત્વરિત અને સખત કાર્યવાહી હાથ ધરીને ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી લીધી છે. પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને આ સમગ્ર મામલે વધુ સઘન તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે આપણું વાપી સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Aug 24, 2026