બાવામાનપુરામાં મકાન ભાડે રાખી જુગાર રમતી ગેંગ ઝડપાઈ, 9 જુગારીઓ જેલના સળિયા પાછળ!
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બાવામાનપુરા વિસ્તારમાં પાણીગેટ શાક માર્કેટ પાછળ આવેલા મદની મહોલ્લામાં જાફર મલેક ઉર્ફે ચોટલો પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવીને પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમાડતો હોવાની બાતમી પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમને મળી હતી. આ બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડીને જુગાર રમતા 9 ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ રૂ. 67,500નો મુદ્દામાલ કબજે કરીને તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4,5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#factfindernews #panigatpolice #gambling #arrested #vadodara