મહેસાણા: મહેસાણા કોર્ટે પાટણના દીગડીના શખ્સને બે વર્ષની સજા કરી
મહેસાણા સ્થિત ખાનગી ફાયનાન્સ કંપનીની શાખામાંથી સાડા સાત વર્ષ પૂર્વે પાટણના દીગડીના શખ્સે ફોરવ્હીલ પર ધિરાણ મેળવ્યું હતુ.જોકે ધિરાણ ભરપાઈ નહી કરતા ફાયનાન્સ કંપની દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકની રકમ રૂ.૫ લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.