ગોધરા: ગોધરા શહેરના ભૂખરી પ્લૉટ વિસ્તારમાં પત્નીને સાસરે મૂકીને ૪૦ વર્ષીય યુવક રહસ્યમય રીતે ગુમ, પોલીસે તપાસ હાથ ધરી
ગોધરાના ભુખરી પ્લોટ વિસ્તારમાં રહેતો ૪૦ વર્ષીય શોકત હુસેન શકલા નામનો વ્યક્તિ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી છે.શોકત હુસેન પોતાની પત્નીને તેના પિયર મૂક્યા બાદ સાતપુલ જકાત નાકા પાસેથી કોઈને કશું કહ્યા વગર ક્યાંક નીકળી ગયો હતો. પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન મળતા આખરે ગુમ થનારના મોટા ભાઈ ઇલ્યાસ હુસેન શકલાએ ગોધરા બી ડીવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ અંગે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.