ગાંધીનગર: ગાંધીનગરમાં રિક્ષા-ટેક્સી ચાલકોના વિરોધનો સુખદ અંત, જાણો શું મળી ખાતરી
ગાંધીનગરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોના વિરોધનો સુખદ અંત આવ્યો છે. ટ્રાન્સપોર્ટ વિભાગ સાથેની બેઠકમાં સફેદ નંબર પ્લેટ વાહનો પર કાર્યવાહી, રેટ કમિટીની રચના અને એગ્રીગેટર કંપનીઓના મુદ્દે સરકાર તરફથી હકારાત્મક ખાતરી મળતા ચાલકોએ ધરણાં સમેટી લીધા છે.