છોટાઉદેપુર: ‘દૌડ 2.0’ મેરેથોનના ટી-શર્ટ અને કેપનું લોન્ચિંગ
છોટાઉદેપુરમાં 13 ડિસેમ્બરે યોજાનાર ‘દૌડ 2.0’ મેરેથોન માટે ટી-શર્ટ અને કેપ લોન્ચ કરાયા. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ કરવામાં આવી છે.