ગારિયાધાર: ગારિયાધારના નવાગામ રોડ પર હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું
ગારિયાધારના નવાગામ રોડ પર હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું સામે આવી રહ્યું છે. રસ્તા પર કચરાના ઢગલા, ગટરના પાણીના વહેણ અને આસપાસ ફેલાતી દુર્ગંધને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન બની રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ખાસ કરીને ગરમીના સમયમાં આ ગંદકી રોગચાળો ફેલાવવાનો ખતરો વધારી રહી છે. મચ્છર અને જીવાતોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલ