મણિનગર: નરોડામાં પોલીસની સામે દાદાગીરી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
નરોડામાં પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.નરોડા પાટિયા વિસ્તારમાં ગોધરા SRP ગ્રુપ-5ની ટીમ પોઇન્ટ ચેકિંગ માટે આવી હતી.ત્યારે બે શખ્સોએ પોલીસ વાનમાં બેઠેલા PSI સાથે ઉદ્ધતાઈ અને ગેરવર્તણૂક કરી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નરોડા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.