વ્યારા: વ્યારા-બારડોલી રોડ પર અકસ્માત: બેંક કર્મચારીનું મોત, એક ગંભીર
Vyara, Tapi | Sep 30, 2026 તાપી જિલ્લાના વ્યારાના ટીચકપુરા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. વ્યારાથી બારડોલી જઈ રહેલા ખાનગી બેંકના બે કર્મચારીઓને ટ્રકે અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે.