કરજણ: કરજણ આત્મીય સંસ્કાર ધામ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો એકત્રિત થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સોખડા હરિધામમાં પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી ના જૂથો વચ્ચે વકરેલા વિવાદના પગલે કરજણ આત્મીય સંસ્કાર ધામ ખાતે આજે બપોરે હરિભક્તો એકત્રિત થયા હતા.જેના કારણે આત્મીય સંસ્કાર ધામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.યોગી ડીવાઇન દ્વારા પોલીસ બંદોબસ્ત ની લેખિતમાં માંગણી કરવામાં આવી હતી.પરંતુ પોલીસ દ્વારા પરવાનગી આપવામાં ન આવતાં હરિભક્તો રોષે ભરાયાં હતાં.અને સંસ્કાર ધામના હોલની બહાર બેસીને હરિભક્તોએ સ્વામી નારાયણ ની ધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.