કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024-25 ના વર્ષ દરમિયાન પોલીસ રેડ દરમિયાન 6 અલગ અલગ જગ્યાએ થી વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.આ જથ્થાનો આજ રોજ 24 ડિસેમ્બર નાં રોજ બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખરાબામાં પોલીસ દ્વારા આ વિદેશી દારૂનાં જથ્થાને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. Dy .sp,પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો.