કાલોલ: ઝેરના મુવાડા ગામમાં કેબલ શોર્ટની સમસ્યાથી ગ્રામજનો પરેશાન, વીજ તંત્ર સામે ભારે આક્રોશ
કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ કેબલમાં શોર્ટ સર્કિટની સમસ્યાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના અમુક વિસ્તારોમાં પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો ન મળતા ઘરેલુ તેમજ ખેતીના કાર્યો સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, કાલોલ જી.ઈ.બી. (MGVCL) સબ સ્ટેશનમાં ફોન દ્વારા તેમજ અનેક વખત ઓનલાઈન ફરિયાદો નોંધાવવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જવાબદારીમાંથી છટકબારી: જ્યારે પણ ફરિયા