ભુજ: પ્રતિબંધિત હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
Bhuj, Kutch | Apr 7, 2026 પ્રતિબંધિત હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો ભુજ શહેર પોલીસની શી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ હાથ ધરતા, મુસ્તાક જુણસ ગજણ નામના શખ્સની બર્ગમેન મોપેડની ડેકીમાંથી સ્ટીલની છરી મળી આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.