ડેસર તાલુકા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ડેસર તાલુકાના ડુંગળીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રણછોડભાઈએ ખેલ મહાકુંભ 2025માં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન મેળવી સમગ્ર તાલુકાનું નામ રોશન કર્યું છે. વિશેષ વાત એ છે કે માતા-પિતાના છત્રછાયાથી વંચિત રહી, અનેક સંઘર્ષો વચ્ચે રણછોડભાઈએ આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ આજે પ્રેરણારૂપ બની છે. આ સફળતા બદલ શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ તાલુકાના રમતપ્રેમીઓએ રણછોડભાઈ પર અભિનંદન અને શુભેચ્છા