જૂનાગઢ: બાળક પર હુમલો કરનાર સિંહને વન વિભાગે સફળતાપૂર્વક પકડી પાડ્યો.
➡️ બોરદેવી જવાના માર્ગ નજીક જંગલ વિસ્તારમાંથી સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરી કાબૂમાં લેવામાં આવ્યો.
➡️ વેટરનરી ટીમ, વન કર્મચારીઓ અને ટ્રેકર્સની સંયુક્ત કામગીરીથી રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું.
➡️ પશુચિકિત્સક દ્વારા સિંહની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી.
➡️ ઘટનાના બાદ સિંહે ઉલટી કરતાં તેમાં માનવ શરીરના ભાગો મળી આવ્યા હોવાનું વન વિભાગના પ્રાથમિક નિરીક્ષણમાં સામે આવ્યું.
➡️ સિંહને વધુ તપાસ અને નિરીક્ષણ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
#Junagadh #GirLion #LionAttack #ForestDepartment #wildlife