કાલોલ: કાલોલના બરોલા ગામે યુવક પર લાકડા વડે જીવલેણ હુમલો; બે સામે ગુનો દાખલ
કાલોલ તાલુકાના બરોલા ગામે પ્રાથમિક શાળા પાસે બેસવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને એક યુવક પર લાકડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કાલોલ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.પ્રવિણભાઈ કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ૨૦ વર્ષનો ભાણેજ યોગેશભાઈ કનુભાઈ વણકર તેમની સાથે જ રહે છે. સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે, ગામની પ્રાથમિક શાળા ઉપર ગામના જ કેટલાક યુવકો બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. ત