વધુ વાંચો➠ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ એલ.સી.બી. (LCB) ટીમે વેરાવળ-કોડીનાર હાઇવે પર આજોઠા ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસે રૂ. ૨૪,૬૩૦ની કિંમતની ૯૮ નંગ દારૂ/બીયરની બોટલો તથા રૂ. ૫૦,૦૦૦ની રિક્ષા મળી કુલ રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી બે મહિલાઓ (રેખાબેન બારીયા, આરતીબેન સોલંકી) અને રિક્ષા ચાલક (ઇમરાનશા બાનવા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice
Sutrapada, Gir Somnath | Jul 29, 2026