પોરબંદર: કુતિયાણામાં વાહન પાર્ક કરવાના મામલે યુવાન પર કુહાડીથી હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
કુતિયાણાના અમર ગામે વાહન પાર્ક કરવાના મનદુઃખમાં પાડોશીએ યુવાન પર લોખંડની કુહાડી વડે હુમલો કર્યો. હુમલામાં યુવાનને ગાલ અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. કુતિયાણા પોલીસે આરોપી નેભા ગાંગા ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.