માંડવી: માંડવીમાં મોલના ગોડાઉનમાં બ્લેક કોબ્રા દેખાતા ખળભળાટ
Mandvi, Kutch | Mar 29, 2026 માંડવી શહેરના એક મોલના ગોડાઉનમાં બ્લેક કોબ્રા સાપ દેખાતા વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પારસ ભાઈ માલમનો સંપર્ક કર્યો હતો.સ્થળ પર પહોંચી પારસ ભાઈએ કુશળતાપૂર્વક સાપનો રેસ્ક્યુ કર્યો અને તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને પારસ ભાઈના કાર્યની પ્રશંસા કરી. માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થયેલ છે.