આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે મોક ડ્રિલ દરમિયાન ટીયર ગેસ છોડવામાં આવ્યો.
ટીયર ગેસની અસર રિવરફ્રન્ટ રોડ સુધી પહોંચતા વાહનચાલકો અને રાહદારીઓએ આંખોમાં બળતરા અને પાણી આવવાની ફરિયાદ કરી. અચાનક થયેલી અસરને કારણે થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો.
અનેક લોકોએ આંખો ધોઈને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો, જ્યારે કેટલાક વાહનચાલકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના વાહનો ધીમા કર્યા.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં લાગી હતી. ઘટનાને કારણે રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
#Shahibaug #Rathyatra #MockDrill #TearGas #Riverfront