શિવ પાર્ક-3 માં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે તસ્કરોની ધરપકડ
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
મોટા શીતળા માતાના મંદિર પાસે આવેલા શિવ પાર્ક-3 ના એક રહેણાંક મકાનમાંથી અંદાજે બે લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર બે તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા છે.પ્લોટ નંબર 72 માં રહેતા મુન્નાભાઈ હિંમતભાઈ ડાભીના ઘરે થયેલી આ ચોરી અંગે નોંધાયેલી ફરિયાદના આધારે, પોલીસે કાર્યવાહી હાથ ધરીને સુરેન્દ્રનગરના ઇમરાન ઉર્ફે બાંદા વાહિદભાઈ ચૌહાણ અને રાણેકા વિસ્તારના સિદ્દીક અનવર હુસેન શેખની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.