સિહોર: ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ લંગાળીયા ના ઘરે ચોરી રોકડ રકમ તથા ચાંદીના દાગીનાની
ભાવનગર જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ લંગાળીયા કે જેઓ સિહોરના હસદેવ બગીચા પાસે રહેતા હોય જ્યાં તેઓનું મકાન અને ઓફિસ પણ આવેલું છે જે મકાનની અંદર ઓફિસ કરેલી હોય ત્યારે રાત્રિના સમયે આ ઓફિસ એટલે કે મકાનમાં તસ્કરો ત્રાટકી લોખંડ ની તીજોરી તોડી અંદરથી રોકડ રકમ રૂપિયા 70,000 તથા ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 88,000 ની ચોરી થતા તેમના દીકરા પાર્થ લંગાળીયા દ્વારા શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે