વરસાદને પગલે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. એરપોર્ટ પર નબળી વિઝિબિલિટી અને ખરાબ હવામાનના કારણે મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોની આવતી-જતી કુલ ૬ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ૨૦થી વધુ ફ્લાઈટ્સ ૨ કલાક સુધી મોડી પડી છે. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ તપાસવા વિનંતી છે."