છોટાઉદેપુર: ડભોઇ દારૂ કેસનો 9 મહિનાથી ફરાર આરોપી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્ક્વોડના હાથે ઝડપાયો
વડોદરાના ડભોઇ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર પેરોલ ફર્લો શાખાએ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીની કાયદેસરની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપણી કરવામાં આવી છે.