વિજાપુર તાલુકાના રણસીપુર ગામે જૂની અદાવતના કારણે છ શખ્સોએ ભેગા મળી યુવક અને તેના કાકા પર લાકડી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ હુમલામાં ભારતીય સેના (અગ્નિવીર) તરીકે ફરજ બજાવતા યુવકને કાન પાસે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.રણસીપુર (રાઠોડવાસ) વિસ્તારમાં રહેતા સિદ્ધરાજસિંહજયેન્દ્રસિંહ રાઠોડે પોલીસ મથકે છ સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે આજરોજરવિવારે બપોરે ત્રણ કલાકે છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.