ભચાઉ: જંગી નજીક પવનચક્કીમાં ચોરી કરેલ કોપર સાથે એક શખ્સની LCBએ કરી ધરપકડ
Bhachau, Kutch | Apr 2, 2026 પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે. એમ. વાળાની સૂચનાથી પુર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જંગી ગામે પવનચક્કીમાંથી કોપર પટ્ટીની ચોરી કરનાર આરોપીને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો છે. ભચાઉમાં માનસરોવર વિસ્તારમાં રહેતા આરોપી વિનોદ મોહન ગજરા પાસેથી પવનચક્કીમાંથી ચોરી કરેલ કોપર પટ્ટી અને કોપર વાયર કબજે કરવામાં આવ્યા હતા. રેડ દરમિયાન અન્ય આરોપી મનજી લખુ આહિર હાજર મળી આવ્યો ન હતો.