ગાંધીનગર: કલોલ: કારનો કાચ તોડી 65 હજારની ચોરી કરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
કલોલના બાલવા ગામ પાસે કારનો કાચ તોડી 65 હજારની ચોરી કરનાર આરોપીને કલોલ તાલુકા પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 21,200 રૂપિયા રોકડા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.