ગુરૂવારના 8:30 વાગ્યાની આસપાસ કરવામાં આવેલા રેસ્ક્યુ ની વિગત મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલના કેમ્પસના પાછળના ભાગે એક મેદાનમાં અજગર નજરે પડતા ઘટનાની જાણ રેસ્ક્યુ કરનાર સભ્યને કરવામાં આવી હતી.ઘટના સ્થળે પહોંચી સફળતાપૂર્વક અજગરનો રેસક્યુ કરી લઈ વન વિભાગને જાણ કર્યા બાદ તેને જંગલ વાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યું હતું. આ અજગર 12 ફૂટ લાંબો હોવાનું માલુમ પડ્યું હતું.